BOB Office Assitant Recruitment Gujarat: બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર

Bank of Baroda Recruitment, Bank of Baroda Recruitment 2024, BOB Recruitment, BOB Recruitment 2024

BOB Office Assitant Recruitment Gujarat: બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

BOB Office Assitant Recruitment Gujarat | Bank of Baroda Office Assitant Recruitment Gujarat

સંસ્થાબરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ07 મે 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.bankofbaroda.in/

જરૂરી તારીખો:

બેંક ઓફ બરોડાની આ ભરતીની નોટિફિકેશન 24 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 24 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 મે 2024 છે.

પોસ્ટનું નામ:

બેંક ઓફ બરોડા અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન માટે ઓફિસ આસિસ્ટન્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

વયમર્યાદા:

BOBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 22 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

BOB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત સ્નાતક છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચો.

પગારધોરણ:

આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તમને માસિક રૂપિયા 14000 તથા 1000 વાહનવ્યવહાર માટે આમ કુલ 15000 રૂપિયા વેતન ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 07 મે 2024 છે. અરજી કરવાનું સરનામું – બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS, વડોદરા, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે, વી.આઈ.પી રોડ, વડોદરા – 390022 છે.

    અરજી કરવા માટે જરૂરી લિંક:

    સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
    જાહેરાત માટેઅહીં ક્લિક કરો
    Marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક કરો

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *