Karuna Setu Trust Gujarat Recruitment 2024: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ક્લાર્ક, એન્જીનીયર, ઓફિસર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Karuna Setu Trust Gujarat Recruitment, Karuna Setu Trust Gujarat Recruitment 2024

Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ક્લાર્ક, એન્જીનીયર, ઓફિસર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Karuna Setu Trust Gujarat Recruitment 2024

સંસ્થાકરુણા સેતુ ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખખુબજ નજીક
સત્તાવાર વેબસાઈટhttps://www.karunasetutrust.org/

સંસ્થા વિશે માહિતી:

કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના સ્વ. ડો. વસંત પરીખજી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, છાત્રાલય, ગૌશાળા, આઈ.ટી.આઈ તથા આંગણવાડી ચલાવવામાં આવે છે જેમાં ભરતી કરવામાં આવી રહી છે.

જરૂરી તારીખો:

કરુણા સેતુ ટ્રસ્ટની આ ભરતીની નોટિફિકેશન 12 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરગૃહમાતા
કોમ્પ્યુટર એન્જીનીયરરેકટર
એકાઉન્ટ મેનેજરઓફિસ ક્લાર્ક
એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવલાઇબ્રરીયન
ઇન્ટરનલ ઓડિટરપર્સનલ આસિસ્ટન્ટ

વિદ્યાદીપ યુનિવર્સિટીમાં પરીક્ષા વગર ભરતી

અરજી ફી:

કરુણા સેતુ ટ્રસ્ટની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં પરીક્ષા વગર સીધી ભરતી

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ અનુભવ અને લાયકાત મુજબ પગારધોરણ ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા:

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરની 02, ગૃહમાતાની 03 કોમ્પ્યુટર એન્જીનીયરની 02, રેકટરની 03, એકાઉન્ટ મેનેજરની 02 ઓફિસ ક્લાર્કની 04, એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવની 04, લાઇબ્રરીયનની 02, ઇન્ટરનલ ઓડિટરની 01 તથા પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – ડો. વસંત પરીખ, આયુર્વેદિક મેડિકલ કોલેજ/રત્નપ્રભા નર્સિંગ કોલેજ, મીઠીમાં કેમ્પસ, શેખપુર (વડ) રોડ, વડનગર – 384355 છે તથા ઇન્ટરવ્યૂની તારીખ 13 તથા 14 એપ્રિલ 2024 શનિવાર અને રવિવાર સવારે 10:00 થી 01:00 કલાક છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા વગર સીધી ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
Marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *