Make voter id card online : ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો ? જાણો તમારા કામની વાત

Make-voter-id-card-online
પહેલા ચૂંટણી કાર્ડની અરજી કરવા માટે રાહ જોવી પડતી કે ક્યારે કોઈ નજીકની સરકારી શાળામાં કેમ્પ યોજાય અને નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકીએ. પરંતુ હવે એવું રહ્યું નથી. તમે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ઘરેબેઠા કરી શકો છો અરજી.

તમારી ઉંમર જો 18 વર્ષથી ઉપર છે તો ભારતના નાગરિક તરીકે તમને મત આપવાનો અધિકાર છે. પરંતુ તેના માટે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું ફરજીયાત છે. પહેલા તો ચૂંટણી કાર્ડની અરજી કરવા માટે રાહ જોવી પડતી કે ક્યારે કોઈ નજીકની સરકારી શાળામાં કેમ્પ યોજાય અને નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકીએ. પરંતુ હવે એવું રહ્યું નથી. આ ડિજિટલ યુગમાં તમે ઘરે બેઠા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકો છો. તમારા મોબાઈલમાં કે પછી તમારા કોમ્પ્યુટરમાં. એ પણ ખુબજ સરળ રીતે. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કે તમે મોબાઈલનો ઉપયોગ કરીને કેવી રીતે નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકો છો.

મોબાઈલ દ્વારા ચૂંટણીકાર્ડ માટે અરજી કરો

1. સૌપ્રથમ તમારે મોબાઈલમાં Voter Helpline Application ઇન્સ્ટોલ કરવાની રહેશે. જે Play Store અને Appstore માંથી તમે download કરી શકો છો.

2. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધા બાદ તમે Login, Registration કરો.

3. જો તમારે લોગીન કર્યા વગર જ ચૂંટણી કાર્ડ માટે અરજી કરવી હોય તો તમે Skip Login કરી શકો છો.

4. Skip Login કર્યા બાદ તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે Explore પર ક્લિક કરવાનું રહેશે.

5. ત્યાર પછી Apply Online (New) પર ક્લિક કરવાનું રહશે.

6. જેમાં New Voter Registration પર ક્લિક કરવાનું રહેશે.

7. હવે તમને એક ફોર્મ જૉવા મળશે. જેમાં દર્શાવેલ વિગતો ભરો, જેમ કે જન્મતારીખ, રાજ્ય અને જન્મ તારીખનો પુરાવો અપલોડ કરો.

8. જો અરજી વખતે અરજદારની ઉંમર 21 વર્ષ થઈ ગઈ છે તો Age Declaration form ભરીને અપલોડ કરવું.

9. જન્મતારીખના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ, જન્મનો દાખલો, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે પછી પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

10. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Next પર ક્લિક કરો.

11. અહીં અરજદારનો ફોટો અપલોડ કરી બાકીની વિગતો ભરો. જેવી કે અરજદારનું નામ, અટક, મોબાઈલ નંબર અને ઇમેઇલ.

12. ત્યારબાદ પિતા કે સંબંધીનું નામ લખવાનું રહેશે અને તેમનું ચૂંટણી કાર્ડ હોય તો તેનો નંબર આપી Next પર ક્લિક કરવું.

13. હવે તમારું સરનામું દાખલ કરી રહેઠાણના પુરાવાને અપલોડ કરો. જેમાં ગેસ બીલ, રાશન કાર્ડ, લાઈટ બીલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

14. હવે તમે કેટલા સમયથી આ સરનામા પર રહો છો તેનો ઉલ્લેખ કરો.

15. કયા સ્થળેથી તમે આ અરજી કરો છો એ શહેરનું નામ લખો અને અરજી કરવાની તારીખ પણ લખો.

16. હવે Next ઉપર ક્લિક કર્યા બાદ તમે ભરેલા ફોર્મનું Preview જોવા મળશે.

17. વિગતો ચેક કર્યા બાદ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરો.

18. હવે તમારી સ્ક્રીન પર એક રેફરન્સ કોડ આવશે જેને નોંધી લો.

19. આ રેફરન્સ નંબરથી તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે એ જાણી શકશો.

ચૂંટણી કાર્ડ માટે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

1. સૌપ્રથમ મોબાઈલમાં Voter Helpline application ઓપન કરો.

2. જેમાં આપેલા Explore બટન પર ક્લિક કરો.

3. ત્યારબાદ status of application ઉપર ક્લિક કરો.

4. હવે તમને અરજી કરતી વખતે જે રેફરન્સ નંબર આપેલો હતો એ લખો.

5. હવે Check Status ઉપર ક્લિક કરતાની સાથે જ તમને નીચે બધી જ માહિતી જોવા મળશે કે તમારી ચૂંટણી કાર્ડની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *